કુંભના મેળાનું મહત્ત્વ જાણો:
જાણો શા માટે ભરાય છે કુંભ મેળો અને શું છે તેની પાછળ કહાની જાણોકુંભ મેળો દર 12 વર્ષે ભરાય છે. આ મેળો દુનિયાભરમાં થતા ધાર્મિક આયોજનોમાં સૌથી વિશાળ હોય છે. અહીં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. દર 12 વર્ષે કુંભ દેશના ચાર પવિત્ર સ્થાન જે નદી કિનારે આવેલા છે તેમાંથી કોઈ એક સ્થળે ભરાય છે. કુંભ મેળો હરિદ્વારમાં ગંગા ઉજ્જૈનમાં શિપ્રા નાસિકમાં ગોદાવરી અને અલાહાબાદમાં ત્રિવેણી સંગમ જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી મળે છે ત્યાં ભરાય છે.
જ્યોતિષ અનુસાર જ્યારે બૃહસ્પતિ કુંભ રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે કુંભ મેળાનું આયોજન થાય છે. તેમાં પણ પ્રયાગના કુંભનું સૌથી વધારે મહત્વ હોય છે. કુંભ મેળા પાછળ એક પૌરાણિક માન્યતા પણ જોડાયેલી છે. આ માન્યતા અમૃત મંથન સાથે જોડાયેલી છે. ચાલો જાણી લો આજે કુંભ મેળાના મહત્વ પાછળ શું છે.કારણત્યારે તેમાંથી પ્રકટ થયેલા રત્ન અને મૂલ્યવાન વસ્તુઓનો ભાગ પાડવાનો નિર્ણય કર્યો.
ત્યારથી દર 12 વર્ષેઆ ચારમાંથી કોઈ એક સ્થાન પર કુંભ મેળો ભરાય છે:
સમુદ્ર મંથનમાંથી જે સૌથી વધારે મૂલ્યવાન વસ્તુ પ્રકટ થઈ હતી તે હતું અમૃત. અમૃત કળશને પ્રાપ્ત કરવા માટે દેવતાઓ અને રાક્ષસો વચ્ચે સંઘર્ષ થયો. રાક્ષસોથી અમૃતને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ અમૃત કુંભ ગરુડને આપી દીધો. જ્યારે રાક્ષસો ગરુડ પાસેથી તે કુંભ લેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે તે કુંભમાંથી અમૃત આ ઘર્ષણ દરમિયાન અમૃત અલાહાબાદ નાસિક હરિદ્વાર અને ઉજ્જૈનમાં પડયું. ત્યારથી દર 12 વર્ષેઆ ચારમાંથી કોઈ એક સ્થાન પર કુંભ મેળો ભરાય છે.
દેવતાઓ અને દાનવો વચ્ચે કુંભ માટે 12 દિવસ સુધી 12 સ્થાન પર યુદ્ધ ચાલ્યું. આ 12 સ્થળ પર અમૃત છલક્યું હતું. જેમાંથી ચાર સ્થાન મૃત્યુલોકમાં છે અને અન્ય આઠ સ્થાન સ્વર્ગ લોકોમાં. દેવતાઓના 12 દિવસ એટલે મૃત્યુલોકમાં 12 વર્ષ એટલા માટે દર 12 વર્ષે કુંભ મેળો ભરાય છે.જેથી એ ભારતીય ઉપખંડમાં ખુબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. ૧૮૫૦નો કુંભ મેળો હરિદ્વાર આ મેળો બાર વર્ષે એક જગ્યાએ યોજાય છે.અને દર ત્રણ વર્ષે અલગ-અલગ સ્થાન પર યોજાય છે.
ભારતના સૌથી મોટા અને પ્રાચીન ધાર્મિક ઉત્સવોમાંથી એક છે:
તેમાં હરિદ્વાર ઉતરાખંડ પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ ઉજ્જૈન મધ્ય પ્રદેશ અને નાસિક મહારાષ્ટ્ર નો સમાવેશ થાય છે.મહાકુંભ મેળો ભારતના સૌથી મોટા અને પ્રાચીન ધાર્મિક ઉત્સવોમાંથી એક છે, જે હરિદ્વાર પ્રયાગરાજ (પૂર્વે અલ્હાબાદ) નાસિક અને ઉજ્જૈનમાં નિયમિત અંતરાલે યોજાય છે. મહાકુંભ મેળાનો મુખ્ય ઉદ્દેશ સર્વ પાપોથી મુક્તિ મેળવવા માટે ગંગા, યમુના અને વિત્ર્કા સરસ્વતી નદીઓના સંગમમાં પવિત્ર સ્નાન કરવાનો છે.
પ્રયાગરાજમાં મહાકુંભ:
સ્થળ: પ્રયાગરાજ (પૂર્વે અલ્હાબાદ)ના ત્રિવેણી સંગમ ખાતે થાય છે. જ્યાં ગંગા યમુના અને મિથક અનુસાર સરસ્વતી નદીઓ મળીને ત્રિવેણી સંગમ બનાવે છે. અર્થ: હિંદુ માન્યતાઓ અનુસાર મહાકુંભમાં સંગમમાં સ્નાન કરવાથી આત્મા શુદ્ધ થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. આયોજન: દર 12 વર્ષે મહાકુંભ થાય છે.જ્યારે દર 6 વર્ષે અર્ધકુંભ યોજાય છે.
વિશેષતા:
1. લાખો સન્યાસી સાધુ અને યાત્રાળુ એકત્ર થાય છે.
2. આધ્યાત્મિક ચર્ચા યજ્ઞ અને સંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે.
3. વિવિધ અખાડાના સાધુઓ દ્વારા શાહી સ્નાન મુખ્ય આકર્ષણ છે.
કુંભમેળાનું મહત્ત્વ:
કુંભમેળાની પૌરાણિક કથા છે કે દેવતાઓ અને દાનવોએ એકસાથે સમુદ્ર મંથન કર્યું હતું, જેમાં અમૃત કુંભ નીકળ્યો હતો. તે સમયે અમૃતના કેટલાક બૂંદો એ ચાર પવિત્ર નદીઓના સ્થળે પડ્યા હતા, જે તહેવારના ચાર મુખ્ય સ્થળો છે.પ્રયાગરાજમાં આવું જોવું
સંગમ: નદીઓનો પવિત્ર સંગમ જ્યાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરે છે. આકર્ષક પૂજા વિધિ: સાંજના સમયે આરતીનું અવલોકન. હનુમાન મંદિર અને અખાડા: વિશેષ ધાર્મિક કેન્દ્રો. મેળાની વૈભવી રચના: અસ્થાયી તંબુઓ અને ધાર્મિક પ્રવચનો.
યાત્રા માટે સુચનાઓ:
કુંભમેળા દરમિયાન હજારો યાત્રાળુઓ આવે છે, તેથી ટ્રાવેલ અને રહેવાની વ્યવસ્થા પૂર્વે કરેવી જરૂરી છે.શ્રદ્ધાળુઓએ પવિત્ર નદીમાં સ્નાન અને અન્ય ધાર્મિક વિધિઓમાં ભાગ લેવો જોઈએ.પ્રયાગરાજમાં મહાકુંભ ભારતીય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાનું પ્રતીક છે, જે લાખો ભક્તો માટે શ્રદ્ધા અને શાંતિનું કેન્દ્ર છે.