સૌરાષ્ટ્રમાં ૧,૨૫,૮૧૫ રેશનકાર્ડ બંધ કરી દેવાયા છે.

E-KYC નહીં કરાતા સમગ્ર સૌરાષ્ટ્રમાં ૧,૨૫,૮૧૫ રેશનકાર્ડ બંધ કરી દેવાયાછે‌.
૧૧,૧૭૨ અંત્યોદય કાર્ડનો પણ સમાવેશ, ત્રણ મહિનાથી અનાજ ન લેનારા પણ ઝપટે

પૂરવઠા તંત્ર દ્વારા રાશનકાર્ડમાં આધારકાર્ડ લીંકઅપ નહી કરાવનારા સૌરાષ્ટ્રના ગરીબ પરિવારના ૧,૨૫,૮૧૫ લોકોના તહેવાર ટાંણે જ બ્લોક કરી દેવાતા રેશનકાર્ડ એકટીવ કરવા માટે કાર્ડધારકોને ઝોનલ કચેરી અને પૂરવઠા કચેરીએ ધક્કા થઈ રહ્યા છે.

• સૌરાષ્ટ્રમાં ક્યા જિલ્લામાં કેટલા કાર્ડ બલોક
જીલ્લો અંત્યોદય. એનએફએસએ
રાજકોટ 2070. 21874
અમરેલી 1436. 12579
જુનાગઢ 1633. 20722
જામનગર 1435. 15605
સોમનાથ 0835. 8451
મોરબી 0525. 6687
પોરબંદર 0141. 3440
દ્વારકા 0052. 1825
ભાવનગર 2443. 24555
બોટાદ 0115. 1590
સુરેન્દ્રનગર 0447. 5391
કુલ. 11172. 125815

દિવાળીના તહેવાર માથે આવી રહ્યા છે ;ત્યારે તંત્રએ કાયદાનો કોરડો વિંઝતા લાખો પરિવારોએ આગામી મહિનાનું અનાજ અને રાહતદરનું તેલ, ખાંડ સહિતની વસ્તુ મળવાપાત્ર થશે. તેના કારણે ગ્રાહકોમાં કચવાટની લાગણી જન્મી છે.

છેલ્લા એક મહિનામાં પૂરવઠા તંત્ર દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૭૨ અંત્યોદય અન્ન યોજનાના કાર્ડ અને ૧,૨૫,૮૧૫ એનએફએસએના કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ મહિનાથી અનાજ નહી લેનારા ચાહકોના પણ કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ભાવનગર, જૂનાગઢ, રાજકોટ જિલ્લાનો સમાવેશ થાય છે

પૂરવઠા વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, દર મહિને તંત્ર દ્વારા કાર્ડ ધારકોને રેશનકાર્ડ આધારકાર્ડ સાથે સીડ કરવા માટે વખતો વખત સુચના આપવામાં આવે છે. પરતું કાર્ડધારકો સુચનાની અવગણના કરતા હોવાના કારણે તંત્ર દ્વારા કાર્ડ બ્લોકકરવામાં આવ્યા છે.રેશનકાર્ડમાં આધારકાર્ડ લીંક કરાવતા જ ગ્રાહકને ફરીથી અનાજ મળવાનું ચાલુ થઈ જાય છે.

Leave a Comment