શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યા શ્લોક

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય:
શ્લોક:1
ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાણ્ડવાશ્ચૈવ કિમકુર્વત સંજય
અર્થ:ધૃતરાષ્ટ્ર બોલ્યા: હે સંજય, ધર્મક્ષેત્ર માં યુદ્ધ ની ઇચ્છા થી એકઠા થયેલા મારા અને પાંડવનાં પુત્રોં શું કરે છે.આધ્યાય પહેલા નો પહેલો

શ્લોક:2
સંજય ઉવાચ । દૃષ્ટ્વા તુ પાણ્ડવાનીકં વ્યૂઢં દૂર્યોધનસ્તદા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમબ્રવીત ||
અર્થ: સંજય બોલ્યા:હે રાજન, પાંડવોની સેના વ્યવસ્થા જોઇ અને દુર્યોધને પોતાના આચાર્ય પાસે જઇ તેને કહ્યું.
શ્લોક: પશ્યૈતાં પાણ્ડુપુત્રાણામાચાર્ય મહતીં ચમૂમ | વ્યૂઢાં દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા
અર્થ: હે આચાર્ય, આપનાં તેજસ્વી શિષ્ય દ્રુપદપુત્ર દ્વારા વ્યવસ્થિત કરેલ આ વિશાળ પાંડુ સેનાને જુઓ.

શ્લોક:3
પશ્યૈતાં પાણ્ડુપુત્રાણામાચાર્ય મહતીં ચમૂમ | વ્યૂઢાં દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા
અર્થ: હે આચાર્ય, આપનાં તેજસ્વી શિષ્ય દ્રુપદપુત્ર દ્વારા વ્યવસ્થિત કરેલ આ વિશાળ પાંડુ સેનાને જુઓ.

શ્લોક 4-6
અત્ર શૂરા મહેષ્વાસા ભીમાર્જુનસમા યુધિ
યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ
ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશિરાજશ્ચ વીર્યવાન
પુરુજિત્કુન્તિભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુંગવ:
યુધામન્યુશ્ચ વિક્રાન્ત ઉત્તમૌજાશ્ચ વીર્યવાન
સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ
અર્થ: તેમાં ભીમ અને અર્જુન સમાન કેટલાયે મહાન શૂરવીર યોધાઓ છે જેમકે યુયુધાન વિરાટ અને મહારથી દ્રુપદ ધૃષ્ટકેતુ ચેકિતાન બલવાન કાશિરાજ પુરુજિત કુન્તિભોજ તથા નરશ્રેષ્ટ વિક્રાન્ત યુધામન્યુ, વીર્યવાન ઉત્તમૌજા, સુભદ્રાપુત્ર (અભિમન્યુ), અને દ્રોપદીનાં પુ્ત્રો – બધાંજ મહારથી છે.

શ્લોક:7
અસ્માકં તુ વિશિષ્ટા યે તાન્નિબોધ દ્વિજોત્તમ
નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થં તાન્બ્રવીમિ તે
અર્થ: હે દ્વિજોત્તમ, આપણી બાજુ પણ જે વિશિષ્ટ યોદ્ધા છે તે આપને કહું છું. આપણા સૈન્યનાં જે પ્રમુખ નાયક છે તેનાં નામ હું આપને કો કહું છું.

શ્લોક:8
ભવાન્ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ
અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ
અર્થ: આપ સ્વયં, ભીષ્મ પિતામહ, કર્ણ, કૃપ, અશ્વત્થામા, વિકર્ણ તથા સૌમદત્ત (સોમદત્તનો પુત્ર) – આ બધા પ્રમુખ યોદ્ધા.

શ્લોક:9
અન્યે ચ બહવઃ શૂરા મદર્થે ત્યક્તજીવિતાઃ
નાનાશસ્ત્રપ્રહરણાઃ સર્વે યુદ્ધવિશારદા:
અર્થ: આપણા પક્ષમાં યુદ્ધમાં કુશળ, વિવિધ શસ્ત્રોમાં પ્રવિણ અન્ય પણ અનેક યોદ્ધા છે જે મારા માટે પોતાનું જીવન પણ ત્યાગવા તૈયાર છે

શ્લોક:10
અપર્યાપ્તં તદસ્માકં બલં ભીષ્માભિરક્ષિતમ
પર્યાપ્તં ત્વિદમેતેષાં બલં ભીમાભિરક્ષિતમ
અર્થ: ભીષ્મ પિતામહ દ્વારા રક્ષિત આપણી સેનાનું બળ પર્યાપ્ત નથી પરન્તુ ભીમ દ્વારા રક્ષિત પાંડવોની સેના બલ પૂર્ણ છે.

શ્લોક:11
અયનેષુ ચ સર્વેષુ યથાભાગમવસ્થિતાઃ
ભીષ્મમેવાભિરક્ષન્તુ ભવન્તઃ સર્વ એવ હિ |
અર્થ: માટે બધા લોકો જે પણ સ્થાનો પર નિયુક્ત હો ત્યાંથી બધા દરેક પ્રકારે ભીષ્મ પિતામહની રક્ષા કરે

શ્લોક:12
તસ્ય સંજનયન્હર્ષં કુરુવૃદ્ધઃ પિતામહઃ
સિંહનાદં વિનદ્યોચ્ચૈઃ શઙ્ખં દધ્મૌ પ્રતાપવાન્ |
અર્થ: ત્યારે કુરુવૃદ્ધ પ્રતાપવાન ભીષ્મ પિતામહે દુર્યોધનના હૃદયમાં હર્ષ ઉત્પન્ન કરતા ઉચ્ચ સ્વરમાં સિંહનાદ કર્યો અને શંખ વગાડવો શરૂ કર્યો.

શ્લોક:13
તતઃ શઙ્ખાશ્ચ ભેર્યશ્ચ પણવાનકગોમુખાઃ
સહસૈવાભ્યહન્યન્ત સ શબ્દસ્તુમુલોઽભવત્ ||
અર્થ: ત્યારે અનેક શંખ, નગારા, ઢોલ, શૃંગી આદિ વગડવા લાગ્યા જેનાથી ઘોર નાદ ઉત્પન્ન થયો.

શ્લોક:14
તતઃ શ્વેતૈર્હયૈર્યુક્તે મહતિ સ્યન્દને સ્થિતૌ
માધવઃ પાણ્ડવશ્ચૈવ દિવ્યૌ શઙ્ખૌ પ્રદધ્મતુઃ ||
અર્થ:ત્યારે શ્વેત અશ્વો જોડેલા ભવ્ય રથમાં વિરાજમાન ભગવાન માધવ અને પાંડવ પુત્ર અર્જુને પણ પોતપોતાનાં શંખ વગાડ્યા.

શ્લોક:15
પાઞ્ચજન્યં હૃષીકેશો દેવદત્તં ધનઞ્જયઃ |
પૌણ્ડ્રં દધ્મૌ મહાશઙ્ખં ભીમકર્મા વૃકોદરઃ ||
અર્થ: ભગવાન હૃષિકેશે પાઞ્ચજન્ય નામનો પોતાનો શંખ વગાડ્યો અને ધનંજય (અર્જુન)એ દેવદત્ત નામક શંખ વગાડ્યો. તથા ભીમ કર્મા ભીમે પોતાનો પૌણ્ડ્ર નામક મહાશંખ વગાડ્યો.

શ્લોક:16
અનન્તવિજયં રાજા કુન્તીપુત્રો યુધિષ્ઠિરઃ |
નકુલઃ સહદેવશ્ચ સુઘોષમણિપુષ્પકૌ ||
અર્થ:કુન્તીપુત્ર રાજા યુધિષ્ઠિરે પોતાનો અનન્ત વિજય નામક શંખ, નકુલે સુઘોષ અને સહદેવે પોતાનો મણિપુષ્પક નામક શંખ વગાડ્યો.

શ્લોક 17-18
કાશ્યશ્ચ પરમેષ્વાસઃ શિખણ્ડી ચ મહારથઃ
ધૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ સાત્યકિશ્ચાપરાજિતઃ
દ્રુપદો દ્રૌપદેયાશ્ચ સર્વશઃ પૃથિવીપતે
સૌભદ્રશ્ચ મહાબાહુઃ શઙ્ખાન્દધ્મુઃ પૃથક્પૃથક્ |
અર્થ: ધનુર્ધર કાશિરાજ, મહારથી શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન, વિરાટ તથા અજેય સાત્યકિ, દ્રુપદ, દ્રોપદીનાં પુત્રો તથા અન્ય બધા રાજાઓએ તથા મહાબાહુ સૌભદ્ર (અભિમન્યુ) એ – બધાએ પોતપોતાનાં શંખ વગાડ્યા

શ્લોક:19
સ ઘોષો ધાર્તરાષ્ટ્રાણાં હૃદયાનિ વ્યદારયત્
નભશ્ચ પૃથિવીં ચૈવ તુમુલો વ્યનુનાદયન્ ||
અર્થ: શંખોના આ મહાધ્વનિથી આકાશ અને પૃથ્વિ ગુંજવા લાગ્યા તથા ધૃતરાષ્ટ્રનાં પુત્રોનાં હૃદય બેસી ગયા.

શ્લોક:20
અથ વ્યવસ્થિતાન્દૃષ્ટ્વા ધાર્તરાષ્ટ્રાન્કપિધ્વજઃ |
પ્રવૃત્તે શસ્ત્રસંપાતે ધનુરુદ્યમ્ય પાણ્ડવઃ ||
અર્થ: હૃષીકેશં તદા વાક્યમિદમાહ મહીપતે |
ત્યારે ધૃતરાષ્ટ્રનાં પુત્રોંને વ્યવસ્થિત જોઇ, કપિધ્વજ (જેમના ધ્વજ પર હનુમાનજી વિરાજમાન હતા) શ્રી અર્જુને શસ્ત્ર ઉઠાવી ભગવાન હૃષિકેશને આ વાક્ય કહ્યાં.

Leave a Comment