પોલીસ દળમાં સીધી ભરતીથી
બિન હથિયારી પો.સ.ઇ., હથિયારી પો.સ.ઇ., ઇન્ટેલીજન્સ ઓફિસર, બિન હથિયારી એ.એસ.આઇ, વિશેની આસીસ્ટન્ટ ઇન્ટેલીજન્સ ઓફિસર, પોલીસ કોન્સ્ટેબલ (લોકરક્ષક), એસ.આર.પી. પો.કો. (લોકરક્ષક) તથા જેલ સિપાઇની ભરતી કરવામાં આવે છે.
વય-મર્યાદા અને શૈક્ષણિક લાયકાત
પો.સ.ઇ. કેડરની જગ્યા માટે નીચે મુજબની વય-મર્યાદા અને શૈક્ષણિક લાયકાત રહેશે
જગ્યાનું નામ
1. બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર
2. હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર
3. ઇન્ટેલીજન્સ ઓફીસર
4. ઇન્સપેક્ટર
5. આસીસ્ટન્ટ ઇન્ટેલીજન્સ ઓફીસર
વય-મર્યાદા
લઘુત્તમ વષૅ 21
મહતમ વષૅ 35
-:ડોક્યુમેન્ટ:-
1. આધારકાર્ડ
2. પાસપોર્ટ ફોટો / સહી
3. જાતી નો દાખલો (લાગુ પડતો હોય તો)
4. 12 માર્કશીટ (ઓરીજનલ)
5. ગ્રેજ્યુએટમાર્કશીટ (PSI માટે)
6. શાળા છોડયાનું પ્રમાણપત્ર (LC)
7.મોબાઈલ નંબર (ઇ-મેલ આઇડી)
8.Sport નું સર્ટિફિકેટ (જો હોય તો)
9. EWS સર્ટિ
10.નોન ક્રીમીલેયર (ફક્ત obc માટે)
11. NCC સર્ટિફિકેટ (જો હોય તો)
શૈક્ષણિક લાયકાત
માન્ય યુનિ. ની સ્નાતક ડિગ્રી અથવા કાયદાકીય ડિગ્રી અથવા યુનિ. ગ્રાન્ટ કમિશન એકટ-૧૯૫૬
સેકશન-૩ હેઠળની ડીમ્ડ યુનિ.ની ડિગ્રી અથવા બિન હથિયારી મદદનીશ પોલીસ સબ વર્ષ સરકારે આથી સમકક્ષ જાહેર કરેલ ડિગ્રી ધરાવતા હોવા જોઇએ.
સીધી ભરતી માટેની (-) જરૂરી લાયકાત વિસે માહિતી
બિન હથિયારી/હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક/ એસ.આર.પી. કોન્સ્ટેબલ/જેલ સિપાઇની જગ્યા માટે નીચે મુજબની વય-મર્યાદા અને શૈક્ષણિક લાયકાત રહેશે.
ઉપર દર્શાવેલ ઉપલી વય-મર્યાદામાં નીચે જણાવેલ કેટેગરીના ઉમેદવારોને જણાવ્યા મુજબની વધ છૂટછાટ મળશે.
1. અનુસુચિત જાતિ/જનજાતિ/સા. અને શૈ.પ.વર્ગના ઉમેદવારોને ઉપલી વય-મર્યાદામાં નિયમ મુજબ પાંચ વર્ષની છુટ.
2. તમામ મહિલા ઉમેદવારોને ઉપલી વય-મર્યાદામાં નિયમ મુજબ પાંચ વર્ષની છુટ. (અનામત કક્ષાના મહિલા ઉમેદવારોને વય-મર્યાદામાં નિયમ મુજબ કુલ-૧૦ વર્ષની છુટ)
3. એકસ સર્વિસમેનને કરેલ સેવાના સંદર્ભે નિયમોનુસાર મળવાપાત્ર છુટ. માજી. સૈનિક સળંગ છ માસથી ઓછી નહીં તેટલી ફરજ બજાવેલ હોય અને નોકરીમાંથી નિયમિત રીતે નિવૃત્ત થયા હોય તેવા માજી. સૈનિકોને તેમણે બજાવેલ ખરેખર ફરજનો સમયગાળો તેમની ઉંમર માંથી બાદ કરતાં મળતી ઉંમર ભરતી નિયમમાં ઠરાવેલ ઉપલી વય- મર્યાદામાં ત્રણ વર્ષ કરતા વધવી જોઇએ નહીં.
(નિયમોઃ ગુ.રા.સેવા (માજી સૈનિકો માટે અનામત) નિયમો-૧૯૭૫ અને સુધારેલ નિયમો-૧૯૯૪)
4. સરકારશ્રીના સા.વ.વિભાગના તા.રપ/૨/૮૦, તા.૧/૮/૯૦ તથા તા. ૧૮/૪/૦૧ ના ઠરાવથી રપ રમતો/ખેલકુદની યાદીને માન્યતા આપવામાં આવેલ છે જે ઠરાવની જોગવાઇઓ મુજબ રમતવીરોને ઉપલી વય-મર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ મળશે.
5. રાજયના પોલીસ દળમાં કોન્સટેબ્લ/હેડ કોન્સ્ટેબલ/એ.એસ.આઇ./અન્ય કોન્સ્ટેબ્યુલરી તરીકે હાલ સેવા બજાવી રહેલા ઉમેદવારોને બિ.હ. પો.સ.ઇ./હથિયારી પો.સ.ઇ. (પ્લાટુન કમાન્ડર)/ ઇન્ટેલીજન્સ ઓફિસરની જગ્યા માટે ઉપલી વયમાં નિયમ મુજબ વધારે ત્રણ વર્ષની છુટ મળશે.
6. રાજયના પોલીસ દળમાં કોન્સ્ટેબલ/ હેડ કોન્સ્ટેબલ/અન્ય કોન્સ્ટેબ્યુલરી તરીકે હાલ સેવા બજાવી રહેલા ઉમેદવારોને બિ.હ. મદદનીશ પોલીસ સબ ઇન્સ્પેકટર/ આસીસ્ટન્ટ ઇન્ટેલીજન્સ ઓફિસરની જગ્યા માટે ઉપલી વયમાં નિયમ મુજબ વધોર ત્રણ વર્ષની છુટ મળશે.
શારીરિક ધોરણોઃ પો.સ.ઇ. કેડરની જગ્યા માટે
(એ) પુરુષ ઉમેદવારો માટે
વગૅ
મૂળ ગુજરાતના અનુ જનજાતિના ઉમેદવારો માટેમૂળ ગુજરાતના અનુ જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે
ઉચાઇ : (સે.મી. મા) 162/165
છાતી: (સે.મી. માં) ફુલાવ્યા એસી વગરની 79 ફુલાવેલી 84
વજન : ( કિ.ગ્રા. માં ) 50
છાતીનો ફુલાવો ઓછામાં ઓછા ૫ સે.મી. નો થવો અનિવાર્ય છે.
બી. મહિલા ઉમેદવારો માટે
વગૅ: મૂળ ગુજરાતના અનુ જનજાતિના ઉમેદવારો માટેમૂળ ગુજરાતના અનુ જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે
ઉચાઇ :(સે.મી. માં) 156/158
વજન : (કિ.ગ્રા. મા) 40
શારીરિક ક્ષમતા કસોટીઃ- (માકર્સ- ૫૦)
દોડ પુરુષ
(ક) 5000 મીટર દોડ \ વધુ મા 25 મીનીટમાં પુરુષ ઉમેદવાર માટે દોડ પુરી કરવાની રહેશે.
મહિલા
મીટર દોડ ૧૬૦૦ મીટર દોડ વધુમાં વધુ ૯ મિનિટ ૩૦ સેકન્ડમાં તમામ મહિલ ઉમેદવારોએ દોડ પુરી કરવાની રહેશે.
એક્સ સર્વિસમેન : ૨૪૦૦ મીટર દોડ વધુમાં વધુ ૧૨ મિનીટ ૩૦ સેકન્ડમાં તમામ એકસ સર્વિસમેન ઉમેદવારોએ આ દોડકરવાની રહેશે.